Satsang Diksha Visharad– First Year
In the first year, students will gain a deep understanding of every shloka of the Satsang Diksha through scriptures like the Vachanamrut, Swamini Vato, and spiritual biographies, uncovering the hidden secrets within them.
सत्संगदीक्षा विशारद – प्रथम वर्ष
सत्संगदीक्षा विशारद के प्रथम वर्ष में वचनामृत, स्वामी की बातें, जीवनचरित्र आदि शास्त्रों के माध्यम से सत्संगदीक्षा के प्रत्येक श्लोक का गहन अध्ययन एवं उसके रहस्यों का ज्ञान प्राप्त होगा।
સત્સંગદીક્ષા વિશારદ – પ્રથમ વર્ષ
સત્સંગદીક્ષા વિશારદના પ્રથમ વર્ષના અભ્યાસક્રમમાં વચનામૃત, સ્વામીની વાતો, જીવનચરિત્રો વગેરે શાસ્ત્રો દ્વારા સત્સંગદીક્ષા ગ્રંથના પ્રત્યેક શ્લોકની ઊંડાણપૂર્વક સમજૂતી તથા તેમાં રહેલાં રહસ્યોનું જ્ઞાન પ્રાપ્ત થશે.
Course Structure
The course is divided into 4 main units over 40 weeks (out of 52 weeks in a year). Two classes will be held per week, totalling 80 classes.
| Unit | Weeks | Classes | Shloka Numbers |
|---|---|---|---|
| 1 | 1 – 10 | 1 – 20 | 1 – 80 |
| 2 | 11 – 20 | 21 – 40 | 81 – 155 |
| 3 | 21 – 30 | 41 – 60 | 156 – 234 |
| 4 | 31 – 40 | 61 – 80 | 235 – 315 |
अध्ययन संरचना
यह समग्र पाठ्यक्रम 4 मुख्य इकाइयों(यूनिट) में विभाजित है। 52 सप्ताहों में से 40 सप्ताह अध्ययन किया जाएगा। जिसमें प्रति सप्ताह 2 कक्षाओं के अनुसार कुल 80 कक्षाएँ होंगी।
| इकाई (यूनिट) | अध्ययन के सप्ताह | वर्ग (कक्षाएँ) | श्लोक क्रमांक |
|---|---|---|---|
| 1 | 1 से 10 | 1 से 20 | 1 से 80 |
| 2 | 11 से 20 | 21 से 40 | 81 से 155 |
| 3 | 21 से 30 | 41 से 60 | 156 से 234 |
| 4 | 31 से 40 | 61 से 80 | 235 से 315 |
અભ્યાસક્રમનું વિભાજન
આ સમગ્ર અભ્યાસક્રમ 4 મુખ્ય યુનિટમાં વિભાજિત છે. વર્ષના 52 સપ્તાહમાંથી 40 સપ્તાહ દરમિયાન આ અભ્યાસ ચાલશે, જેમાં દર અઠવાડિયે 2 ક્લાસ મુજબ કુલ 80 ક્લાસ લેવામાં આવશે.
| યુનિટ | અભ્યાસના સપ્તાહ | વર્ગ | શ્લોક નંબર |
|---|---|---|---|
| 1 | 1 થી 10 | 1 થી 20 | 1 થી 80 |
| 2 | 11 થી 20 | 21 થી 40 | 81 થી 155 |
| 3 | 21 થી 30 | 41 થી 60 | 156 થી 234 |
| 4 | 31 થી 40 | 61 થી 80 | 235 થી 315 |
Study Material
Satsang Diksha
Mukhpath Sahayika
Course textbook available as Printed Copy + PDF.
Shloka
Explanations
Detailed notes on every class, provided as PDF.
Exam–Oriented
Literature
Memorization material, presentations, shlokas, and FAQs.
Study Guidelines
Classes
- Two 25–30 minute pre-recorded classes every week.
- Students should study regularly and consistently.
Self-Study
- Memorize passages from Mukhpath Sahayika.
- Understand key supporting points.
- Prepare shloka explanations.
- Prepare presentations & FAQs.
- Complete MCQ quizzes to unlock next class.
अध्ययन सामग्री (साहित्य)
सत्संगदीक्षा विशारद मुखपाठ सहायक
पाठ्यक्रम का पाठ्यपुस्तक (Printed Copy +
PDF)।
श्लोक-समझ
(प्रत्येक वर्ग के निरूपण की टिप्पणियाँ —
PDF)।
परीक्षोपयोगी साहित्य
मुखपाठ के संदर्भ, विषय-प्रस्तुति, प्रस्तुति हेतु श्लोकों की सूची तथा सामान्य प्रश्नोत्तर (FAQs) – PDF।
अध्ययन पद्धति
वर्गाधारित अध्ययन
- प्रत्येक सप्ताह 25–30 मिनट की अवधि वाले दो पूर्व-रिकॉर्डेड वर्ग प्रदान किए जाएंगे।
- विद्यार्थियों को इन वर्गों का नियमित और निरंतर अध्ययन करना आवश्यक है।
व्यक्तिगत अध्ययन
- ‘सत्संग दीक्षा मुखपाठ सहायक’ ग्रंथ से संदर्भों को शब्दशः कंठस्थ करना।
- महत्वपूर्ण बिंदुओं को समझकर उन्हें स्मरण रखना।
- ‘श्लोक-समझ’ टिप्पणियों के आधार पर श्लोकों को समझकर प्रस्तुत करने की तैयारी करना।
- विषय-प्रस्तुति तथा सामान्य प्रश्नोत्तर (FAQs) की तैयारी करना।
- प्रत्येक वर्ग के अंत में MCQ क्विज़ पूर्ण करना — अगला वर्ग उसी के बाद उपलब्ध होगा।
અભ્યાસનું સાહિત્ય
સત્સંગદીક્ષા વિશારદ મુખપાઠ સહાયિકા
અભ્યાસક્રમનું પાઠ્યપુસ્તક (Printed Copy
+ PDF)
શ્લોક સમજૂતી
(પ્રત્યેક વર્ગના નિરૂપણની નોંધ –
PDF)
પરીક્ષાલક્ષી સાહિત્ય
મુખપાઠના સંદર્ભો, વિષય પ્રસ્તુતિ, પ્રસ્તુતિ માટેના શ્લોકોની સૂચિ (PDFs), FAQs
અભ્યાસની પદ્ધતિ
વર્ગ આધારિત અભ્યાસ
- પ્રત્યેક સપ્તાહે વિદ્યાર્થીઓ માટે 25–30 મિનિટના બે પ્રી-રેકોર્ડેડ વર્ગો આપવામાં આવશે.
- વિદ્યાર્થીઓએ આ વર્ગોનો નિયમિત અને સતત અભ્યાસ કરવો જરૂરી છે.
વ્યક્તિગત અભ્યાસ
- ‘સત્સંગ દીક્ષા વિશારદ મુખપાઠ સહાયક’ પુસ્તકમાંથી પાઠોને શબ્દશઃ કંટસ્થ કરવા.
- મહત્વના મુદ્દાઓને સમજીને તેઓને યાદ રાખવા.
- ‘શ્લોક સમજ’ નોંધોના આધાર પર શ્લોકોને સમજાવી શકીએ તેવી તૈયારી કરવી.
- વિષય પ્રસ્તુતિ અને સામાન્ય પ્રશ્નોત્તરી (FAQs) માટે તૈયારી કરવી.
- દરેક વર્ગના અંતે MCQ ક્વિઝ પૂર્ણ કરવી — ત્યારબાદ જ આગળનો વર્ગ ઉપલબ્ધ થશે.
Examination System
The course is divided into 4 main units. Unit exams will be conducted at the end of each of the 4 units, approximately every two to two-and-a-half months. An annual exam will be organized at the end of the course at the nearest Children’s Activity (Bal Pravrutti) examination center.
Final results will be determined based on Unit Exams and the Annual Examination.
📘 Unit Exams
Evaluation based on oral recitation of references covered in that unit. Taken either online or offline.
Multiple-choice questions (MCQs) via the online course platform.
🏆 Annual Exam
Recitation of selected passages from the entire curriculum.
Three types of questions:
- 📖 Shloka explanation
- 🎤 Subject presentation
- ❓ FAQs
Important Note:
- Students studying in Gujarati or English must give their memorization exams in Gujarati. Hindi medium students must give them in Hindi.
- Students are required to fill out an examination form for the Annual Examination, including details such as the language of presentation. (Only students who complete the form will be able to appear for the examination and be eligible for a certificate.
- Upon completion of the first year, due to limited availability in the second year, only the top 1000 students achieving the highest scores will be granted admission to the second year.
- Students who do not secure admission to the second year may re-enroll in the first-year program and reattempt the course.
परीक्षा पद्धति
यह पाठ्यक्रम 4 इकाइयों (यूनिट) में विभाजित है। प्रत्येक इकाई के अंत में इकाई परीक्षा ली जाएगी। यह परीक्षा लगभग दो से ढाई मास की अवधि में आयोजित होगी। पाठ्यक्रम के समापन पर बाल-प्रवृत्ति के निकटतम केन्द्र पर वार्षिक परीक्षा का आयोजन किया जाएगा।
इकाई (यूनिट) परीक्षा और वार्षिक परीक्षा के आधार पर परिणाम घोषित किया जाएगा ।
📘 इकाई (यूनिट) परीक्षा
जिस इकाई की परीक्षा होगी, उस इकाई में दिए गए संदर्भों का मौखिक स्मरण किया जाएगा। यह परीक्षा ऑनलाइन या ऑफलाइन दोनों माध्यमों से ली जा सकती है।
ऑनलाइन माध्यम से बहुविकल्पीय प्रश्नों (MCQs) के द्वारा परीक्षा ली जाएगी।
🏆 वार्षिक परीक्षा
संपूर्ण पाठ्यक्रम में से निर्धारित संदर्भों का मौखिक स्मरण किया जाएगा।
प्रस्तुति विभाग के अंतर्गत तीन प्रकार के प्रश्न पूछे जाएंगे —
- 📖 श्लोक–समझ
- 🎤 विषय–प्रस्तुति
- ❓ सामान्य प्रश्नोत्तर (FAQs)
महत्त्वपूर्ण सूचना
- गुजराती एवं अंग्रेज़ी माध्यम से अध्ययन करने वाले विद्यार्थियों को संदर्भों का मुखपाठ गुजराती भाषा में ही करना होगा, जबकि हिन्दी भाषा में अभ्यास कर रहे विद्यार्थियों को हिन्दी में मुखपाठ करना होगा।
- वार्षिक परीक्षा के लिए परीक्षा फॉर्म भरना अनिवार्य होगा, जिसमें प्रस्तुति का माध्यम इत्यादि जानकारी भरना होगा । (केवल वही विद्यार्थी, जिन्होंने परीक्षा फॉर्म भरा होगा, वही परीक्षा दे सकेंगे, और वही प्रमाणपत्र प्राप्त करने के पात्र होंगे।)
- प्रथम वर्ष पूर्ण होने के पश्चात द्वितीय वर्ष में सीमित स्थानों के कारण केवल उत्कृष्ट अंक प्राप्त करने वाले 1000 विद्यार्थि ही द्वितीय वर्ष में अध्ययन का लाभ प्राप्त कर सकेंगे।
- जिनको द्वितीय वर्ष में प्रवेश प्राप्त नहीं हुआ है, वे दूसरी बार प्रथम वर्ष के अभ्यासक्रम में जुड़कर पुनः प्रयत्न कर सकेंगे।
પરીક્ષા પદ્ધતિ
આ અભ્યાસક્રમ 4 યુનિટમાં વિભાજિત છે. પ્રત્યેક યુનિટના અંતે યુનિટ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા લગભગ બે થી અઢી માસના સમયગાળામાં યોજાશે. અભ્યાસક્રમના અંતે બાળપ્રવૃત્તિના નજીકના સેન્ટરમાં વાર્ષિક પરીક્ષાનું આયોજન થશે.
યુનિટ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાના આધારે પરિણામ આપવામાં આવશે.
📘 યુનિટ પરીક્ષા
જે યુનિટની પરીક્ષા હશે તે યુનિટમાં આપેલા સંદર્ભોનું મુખપાઠ ઓનલાઇન અથવા ઓફલાઇન માધ્યમ દ્વારા લેવાશે.
ઓનલાઇન માધ્યમથી બહુવિકલ્પીય પ્રશ્નોની પરીક્ષા લેવામાં આવશે.
🏆 વાર્ષિક પરીક્ષા
સમગ્ર અભ્યાસક્રમમાંથી નિર્ધારિત કરેલા સંદર્ભોનું મુખપાઠ લેવાશે.
પ્રસ્તુતિ વિભાગ અંતર્ગત ત્રણ પ્રકારના પ્રશ્નો પૂછાશે –
- 📖 શ્લોક સમજણ
- 🎤 વિષય રજૂઆત
- ❓ સામાન્ય પ્રશ્નોત્તરી (FAQs)
અગત્યની નોંધ
- ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓએ સંદર્ભોનો મુખપાઠ ગુજરાતી ભાષામાં જ આપવાનો રહેશે. હિન્દી ભાષામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓએ હિન્દીમાં મુખપાઠ આપવાનો રહેશે.
- વાર્ષિક પરીક્ષા માટે પરીક્ષા ફોર્મ ભરવાનું રહેશે, જેમાં પ્રસ્તુતિનું માધ્યમ વગેરે વિગતો ભરવાની રહેશે. (વાર્ષિક પરીક્ષાનું ફોર્મ ભરનાર બાળકો જ પરીક્ષા આપી શકશે, તથા તેઓ જ પ્રમાણપત્ર પ્રાપ્ત કરવા યોગ્ય ગણાશે.)
- પ્રથમ વર્ષ પૂર્ણ કર્યા બાદ દ્વિતીય વર્ષમાં અમુક મર્યાદાઓ હોવાથી ફક્ત સર્વશ્રેષ્ઠ ગુણાંક પ્રાપ્ત કરેલા 1000 વિદ્યાર્થીઓને જ દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરવાનો લાભ પ્રાપ્ત થશે.
- જેઓ દ્વિતીય વર્ષમાં પ્રવેશ પ્રાપ્ત ન કરી શકે, તેઓ ફરી વાર પ્રથમ વર્ષના અભ્યાસક્રમમાં જોડાઈને પુનઃ પ્રયત્ન કરી શકશે.
